બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મ 'યોધા'ની ઘણા સમયથી ચાહકો રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ 'યોદ્ધા'ને લઈને અત્યાર સુધીમાં ઘણા અપડેટ્સ સામે આવ્યા છે. સિદ્ધાર્થ મલ્હોત્રા આ ફિલ્મથી બોક્સ ઓફિસ પર જોરદાર કમબેક કરવાની તૈયારી કરી રહ્યો છે. આ બધાની વચ્ચે સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'યોધા'નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છગયો છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ અને ટીઝરને લઈને અપડેટ્સ પણ સામે આવ્યા છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'યોધા'નું પોસ્ટર સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચી રહ્યું છે. તેની પાછળનું કારણ એકદમ ખાસ છે, ચાલો જાણીએ શું છે ખાસિયત
સિદ્ધાર્થ મલ્હોત્રાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'યોધા'નું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું પોસ્ટર એકદમ અલગ અંદાજમાં રિલીઝ કરવામાં આવ્યું છે, જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ફિલ્મ 'યોદ્ધા'ની પોસ્ટ ઓન એર રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મનું પોસ્ટર 13,000 ફૂટની ઊંચાઈએ રિલીઝ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ફિલ્મનું પોસ્ટર આ રીતે રિલીઝ કરવામાં આવ્યું હોય. આ પોસ્ટર રિલીઝ જોયા પછીદરેક લોકો તેના વખાણ કરતા જોવા મળ્યા હતા. સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ફિલ્મનું આ પોસ્ટર રિલીઝ વીડિયો શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે દિશા પટણી અને રાશિ ખન્ના પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology