bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

જામનગરમાં રિહાનાએ આપ્યું આવું ધૂંઆધાર પર્ફોર્મન્સ, જ્હાન્વી કપૂર સાથે લગાવ્યા બોલિવૂડ સ્ટાઇલ ઠુમકા....

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં ચાલી રહ્યા છે. આ પ્રસંગે ભારત અને વિદેશના ઘણા સ્ટાર્સ ભાગ લઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ પણ આ ફંક્શનનો ભાગ બન્યા છે. અમેરિકન સિંગર રિહાન્ના આ ખાસ કાર્યક્રમ માટે ભારત આવી હતી અને તેણે પણ આ દરમિયાન શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. તેણે એવા ઉત્સાહથી પર્ફોર્મ કર્યું કે દરેક તેના ઉત્સાહથી રંગાઈ ગયા. કરોડો લોકોના દિલો પર રાજ કરતી જાહ્નવી કપૂર પણ આ ખાસ પ્રસંગે મહેમાન બની હતી. તેને રિહાના સાથે ડાન્સ કરવાનો મોકો પણ મળ્યો. અભિનેત્રીએ તેનો વીડિયો પણ શેર કર્યો છે.

અનંત અંબાણીના લગ્ન જાહ્નવી કપૂરના માટે ખાસ સાબિત થયા. આ દરમિયાન અભિનેત્રી રીહાનાને મળી અને તેની સાથે પરફોર્મ પણ કર્યું. રિહાનાની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે અને જાહ્નવી કપૂર પણ તેની મોટી ફેન છે. હવે જાહ્નવીને પણ પાર્ટીમાં રિહાના સાથે ડાન્સ કરવાનો મોકો મળ્યો. અભિનેત્રીએ રિહાના સાથેના આ ખાસ પ્રસંગનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આમાં તે રિહાના સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. બંને દેશી સ્ટાઈલમાં ડાન્સ કરી રહ્યાં છે. આ દરમિયાન જ્હાન્વી રિહાનાની ચાલ સાથે મેચ કરતી જોવા મળે છે. આટલા મહાન ગાયક સાથે પરફોર્મ કરવાનો આનંદ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે.જાન્હવીએ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું- 'આ મહિલા એક દેવી છે. રાહ જુઓ, ગુડબાય.' તેના આ વીડિયો