bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

તાપસી પન્નુના લગ્ન ઉદયપુરમાં થશે, બોલિવૂડ સ્ટાર્સને નહીં મળે લગ્નનું આમંત્રણ?

 

 

તાપસી પન્નુ 10 વર્ષ સુધી ડેટ કર્યા બાદ મેથિયાસ બો સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ દંપતી આ મહિને ઉદયપુરમા સાત ફેરા ફરવા જઈ રહ્યું છે.

  • મથિયાસ બો અને તાપસી પન્નુ લગ્ન કરવા જઈ રહ્યા છે

શાહરૂખ ખાનની ફિલ્મ 'ડિંકી'માં દમદાર એક્ટિંગ કરનાર અભિનેત્રી તાપસી પન્નુ ફરી એકવાર ચર્ચામાં આવી છે. 'ડિંકી' હિટ થયા બાદ હવે તાપસી પન્નુના લગ્નના સમાચાર સામે આવી રહ્યા છે.મળતી માહિતી  મુજબ, તાપસી પન્નુ 10 વર્ષ સુધી ડેટ કર્યા બાદ બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બો સાથે લગ્ન કરવા જઈ રહી છે. મેથિયાસ બો અને તાપસી પન્નુ માર્ચ 2024માં લગ્ન કરી શકે છે જણાવવામાં આવ્યું છે કે આ કપલ રાજસ્થાનના ઉદયપુરમાં શાહી અંદાજમાં લગ્ન કરવા જઈ રહ્યું છે. આ લગ્ન શીખ અને ક્રિશ્ચિયન રિવાજ મુજબ થવા જઈ રહ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ કે હજુ સુધી મથિયાસ બો અને તાપસી પન્નુના લગ્નને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

  • લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સ જોવા નહીં મળે

મથિયાસ બો અને તાપસી પન્નુના લગ્નની તારીખ સાથે, ગેસ્ટ લિસ્ટ પણ ખૂબ ચર્ચામાં છે.કહેવામાં આવી રહ્યું છે કે મથિયાસ બો અને તાપસી પન્નુના લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સને આમંત્રણ આપવામાં આવ્યું નથી. અહેવાલો અનુસાર, હાલમાં ગેસ્ટ લિસ્ટમાં કોઈ એ-લિસ્ટર સ્ટાર્સ હાજર નથી. પરંતુ આ અંગેના સત્તાવાર સમાચાર હજુ સામે આવ્યા નથી.