સલમાન ખાન અને ફિલ્મ નિર્માતા એઆર મુરુગાદોસે ઈદ-ઉલ-ફિત્ર 2024ના ખાસ અવસર પર સોશિયલ મીડિયા પર તેમની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. સલમાન ખાનની નવી ફિલ્મ 'સિકંદર'ની જાહેરાત બાદ તેના ચાહકો અત્યારથી જ આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. ઈદ 2025ના અવસર પર સલમાન ખાન બોક્સ ઓફિસ પર ધમાકો કરવા જઈ રહ્યા છે. ભાઈજાને 2010 થી 2023 સુધી ઈદ પર સતત તેના ચાહકોનું મનોરંજન કર્યું છે. જ્યારે આ વર્ષે તેની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી, પરંતુ બોલિવૂડ સ્ટારની ફિલ્મ 2025માં ઈદના દિવસે રિલીઝ થશે.
ઈદ-ઉલ-ફિત્રના અવસર પર, સુપરસ્ટાર સલમાન ખાને 'સિકંદર' નામના આગામી મોટા પ્રોજેક્ટની જાહેરાત કરીને ચાહકોને ઈદી તરીકે ખૂબ જ પ્રેમભર્યું સરપ્રાઈઝ આપ્યું છે. આ વર્ષની શરૂઆતમાં, અભિનેતાએ ફિલ્મ નિર્માતા એ.આર. મુરુગાદોસ સાથે તેની નવી ફિલ્મની જાહેરાત કરતા રિલીઝની તારીખની સાથે સાથે પોસ્ટર પણ શેર કર્યું છે. સલમાન ખાને X પરપોતાના ચાહકોને ઈદની શુભકામનાઓ આપી અને આ ઈદ પર 'બડે મિયાં છોટે મિયાં' અને 'મેદાન' જોવા અને 2025માં ઈદ પર સિકંદર જોવાનું કહ્યું છે.
ફિલ્મ 'સિકંદર'ના મેકર સાજિદ નડિયાદવાલા અને સલમાન ખાન ઘણા સારા મિત્રો છે. ફિલ્મની પોસ્ટ શેર કરતી વખતે બંનેએ લખ્યું, 'આ ઈદ, 'બડે મિયાં છોટે મિયાં' અને 'મેદાન' જુઓ અને આગામી ઈદ પર આવીને સિકંદરને મળો..., તમને બધાને ઈદ મુબારક!' સલમાન ખાનની આગામી ફિલ્મ 'સિકંદર' 2025ની ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.
'કિક', 'જુડવા' અને 'મુઝસે શાદી કરોગી' જેવી ફિલ્મોમાં તેમના બ્લોકબસ્ટર કામ પછી સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલા ફરી એકવાર સાથે કામ કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે એઆર મુરુગાદોસે તેની હિન્દી ફિલ્મ 'ગજની'થી ડેબ્યૂ કર્યું હતું, જેણે બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો. તેણે અક્ષય કુમારની ફિલ્મ 'હોલિડેઃ અ સોલ્જર ઈઝ નેવર ઑફ ડ્યુટી'નું નિર્દેશન પણ કર્યું હતું સલમાન ખાન છેલ્લે 'ટાઈગર 3'માં જોવા મળ્યો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology