bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અનરાધાર વરસાદથી ગુજરાતના 31 જળાશયો છલકાયા, જાણો કયા ડેમમાં પાણીની થઈ કેટલી આવક...  

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા સારા વરસાદને પગલે જળાશયોમાં નવા નીર આવ્યા છે. રાજ્યના 31 જળાશયો હાલ સંપૂર્ણ ભરાઇ ગયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 55 ટકા ભરાયો છે.

સૌરાષ્ટ્રના 141 જળાશયો 46 ટકા ભરાયા છે. રાજ્યમાં નાના-મોટા કુલ 206 જળાશયો છે.. જેમાં સરેરાશ 39.93 ટકા જળ સંગ્રહ છે.ઉકાઈ ડેમમાં 31206 ક્યુસેક પાણીની આવક થઇ છે.

દમણગંગામાં 51786 ક્યુસેક પાણીની આવક થઇ છે.29 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. જ્યારે 18 ડેમો 50 થી 70 ટકા ભરાયા છે અન્ય 50 ડેમ 25 થી 50 ટકા જળ સંગ્રહ ધરાવે છે.