આજે અંબાણી પરિવારના નાના દિકરા અનંત અંબાણીના લગ્ન છે. આ લગ્નમાં વિદેશી મહેમાનો પણ મુંબઈ પહોંચી ચૂક્યા છે.આ લગ્નને ખાસ બનાવવા માટે માતા-પિતા નીતા અને મુકેશ અંબાણીએ કોઈ કસર છોડી નથી.
આ લગ્નમાં બોલિવુડથી લઈ હોલિવુડ સહિત રાજનેતાઓ, બિઝનેસમેન, રમતગમતના ખેલાડીઓ પણ પહોંચી ચૂક્યા છે. અનંત-રાધિકાના લગ્ન નીતા-મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં છે. આ લગ્ન એકદમ રોયલ હશે.
સાત ફેરા લેતા પહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે ગુરુવારના રોજ એન્ટીલિયામાં એક ખાસ પુજાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બોલિવુડથી લઈ હોલિવુડના સ્ટાર સામેલ થયા હતા.જાણકારી મુજબ આજે દુનિયાના સૌથી મોંઘા લગ્ન પૂર્ણ થશે.
અનંત-રાધિકાના પ્રી-વેડિંગ સમારોહનો કુલ ખર્ચ અંદાજે એક હજાર કરોડ રુપિયા હતો.બીજા પ્રી-વેડિંગનો ખર્ચ 500 કરોડ રુપિયા હતો.તમને જણાવી દઈએ કે, જામનગરમાં પહેલા પ્રી વેડિંગમાં 350થી વધારે વિમાનોની અવર-જવર થઈ હતી.આટલું જ નહિ મેહમાનોના આવવા-જવાનો ખર્ચ પણ અંબાણી પરિવારે ઉઠાવ્યો હતો.
આપણે જોઈએ તો અનંત અને રાધિકાના લગ્નનું બજેટ ત્રણસો કરોડથી વધારે છે. ત્યારે ભારત જ નહિ પરંતુ આખા વિશ્વમાં આ સૌથી મોંઘા લગ્નમાંથી એક હશે. અંબાણી પરિવારે લગ્નના મહેમાનોને VVIP ટ્રીટમેન્ટ આપવા માટે ત્રણ ફાલ્કન-2000 જેટ ભાડે લીધા છે.
ખાસ વાત તો એ છે કે, મહેમાનોને રિટર્ન ગીફ્ટમાં કરોડોની ઘડિયાળ ભેટમાં મળશે આ સાથે મહિલા મહેમાનોને રિટર્ન ગીફ્ટમાં બનારસી ફેબ્રિકની બેગ અને રિયલ જરીથી બનેલી સાડી ગિફ્ટમાં આપવામાં આવશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology