ફિલ્મોમાં પોતાના ધુંઆધાર એક્શન માટે જાણીતા બોલીવુડ એક્ટર વિદ્યુત જામવાલની મુંબઈ રેલવે પોલીસે શનિવારે ધરપકડ કરી છે. એક્ટર પર પોતાની ફિલ્મોમાં જોખમ ભર્યા એક્શન કરવાનો આરોપ છે. જેને લઈને તેની ધરપકડ કરાઈ છે. વિદ્યુતની અપકમિંગ ફિલ્મ ક્રેકનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે. જેમાં તે ખતરનાક એક્શન કરતા જોવા મળે છે .
આઈએએનએસના રિપોર્ટ અનુસાર, હેલો મુંબઈ ન્યૂઝ ડોટ કોમ વેબસાઈટ પર રેલવે સુરક્ષા ફોર્સના બાંદ્રા કાર્યાલયમાંથી એક તસ્વીર સામે આવી છે, જેમાં વિદ્યુત જામવાલને પોલીસ સ્ટેશનમાં જોઈ શકાય છે. વેબસાઈટના જણાવ્યા અનુસાર એક્ટરને કથિત રીતે જોખમ ભર્યા સ્ટંટ કરવાના કારણે ધરપકડ કરી છે. જો કે, હજુ સુધી આરોપની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વેબસાઈટના જણાવ્યા અનુસાર, આરપીએફ ઓફિસ બાંગ્વા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર છે.
સ્વાભાવિક છે કે, વિદ્યુત જામવાલને બોલીવુડમાં ખતરનાક સ્ટંટ માટે ઓળખવામાં આવે છે. શુક્રવારે જ એક્ટરની અપકમિંગ ફિલ્મ ક્રેકનું ટ્રેલર રિલીઝ થયું છે. જેમાં તે ખતરનાક એક્શન સીક્વેંન્સ કરતા દેખાય છે. તે પોતાની આ ફિલ્મનું ખૂબ પ્રમોશન કરી રહ્યો છે. આ દરમ્યાન રેલવે પોલીસે તેની ધરપકડ કરી હોવાની વાતો સામે આવે છે. જેનાથી ફેન્સ ચોંકી ગયા છે.
અહીં ઉલ્લેખનિય છે કે, વિદ્યુત જામવાલ પોતાની દરેક ફિલ્મમાં જબરદસ્ત એક્શનથી ફેન્સને સરપ્રાઈઝ કરી દે છે. તે એક્ટર હોવા ઉપરાંત માર્શલ આર્ટિસ્ટ પણ છે. વિદ્યુત જામવાલે ફિલ્મ ‘Sakthi’થી તેલુગૂ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. જો કે, બોલીવૂડમાં તેણે અસલી ઓળખાણ કમાંડોથી મળી હતી. આ ઉપરાંત તે અનઝાન, બાદશાહો, કમાંડો 2, જંગલી, યારા, કમાંડો 3 અને સનક જેવી ફિલ્મો કરી ચુક્યો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology