bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સની દેઓલની 'લાહોર 1947'માં કરણ દેઓલની એન્ટ્રી કન્ફર્મ, આમિર ખાને અભિનેતાની ભૂમિકા જાહેર કરી....  

બોલિવૂડ સ્ટાર સની દેઓલની ફિલ્મ 'ગદર 2' હિટ થયા બાદ ચાહકો તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. સની દેઓલ ટૂંક સમયમાં જ આમિર ખાનની ફિલ્મ 'લાહોર 1947'થી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે સની દેઓલની ફિલ્મ 'લાહોર 1947'ની રિલીઝ પહેલા તેની સ્ટારકાસ્ટને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. સની દેઓલ સિવાય આ ફિલ્મ સાથે અત્યાર સુધી ઘણા સ્ટાર્સના નામ જોડાઈ ચૂક્યા છે. થોડા અઠવાડિયા પહેલા સમાચાર આવ્યા હતા કે સની દેઓલનો પુત્ર કરણ દેઓલ પણ 'લાહોર 1947'માં જોવા મળવાનો છે. હવે આ સમાચારને સમર્થન મળ્યું છે.
 
'લાહોર 1947'માં કરણ દેઓલની એન્ટ્રી થઇ કન્ફર્મ

સંતોષીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'લાહોર 1947' રિલીઝ પહેલા જ ચર્ચામાં છે. સની દેઓલ બાદ હવે આ ફિલ્મમાં તેના પુત્ર કરણ દેઓલની એન્ટ્રી પણ કન્ફર્મ થઈ ગઈ છે. આ જાણકારી ખુદ ફિલ્મના પ્રોડ્યુસર આમિર ખાને આપી છે એક અહેવાલ મુજબ, આમિર ખાને હાલમાં જ કરણ દેઓલની એન્ટ્રીને મંજૂરી આપી છે. આ સાથે આમિર ખાને પણ કરણ દેઓલના ખૂબ વખાણ કર્યા હતા. આ ફિલ્મમાં સની દેઓલનો પુત્ર કરણ દેઓલ જાવેદના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં જાવેદનું પાત્ર પડકારજનક અને મહત્ત્વપૂર્ણ બનવાનું છે. કરણ દેઓલની એન્ટ્રી કન્ફર્મ થયા બાદ હવે સની દેઓલ અને તેનો પુત્ર ફિલ્મમાં સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.

કરણ દેઓલ સિવાય આ સ્ટાર્સ પણ જોવા મળશે

સની દેઓલની ફિલ્મ 'લાહોર 1947'માં કરણ દેઓલ સિવાય ઘણા મોટા સ્ટાર્સ જોવા મળવાના છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ફિલ્મ 'લાહોર 1947'થી કમબેક કરવાની તૈયારી કરી રહી છે. આ ફિલ્મમાં શબાના આઝમી પણ જોવા મળશે.