bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

‘મુઝસે શાદી કરોગી…’ અનંત-રાધિકાના લગ્નમાં રણવીર સિંહ કંઈક આવી રીતે નાચ્યો, અનિલ કપુરે પણ ધૂમ મચાવી...

 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બોલિવૂડની તમામ મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. રણવીર સિંહ પણ આવ્યો અને તેના એનર્જેટિક અવતારથી છવાઈ ગયો. તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વેડિંગ ફંક્શનમાં તેણે જોરશોરથી ડાન્સ કર્યો હતો.

કોઈ પણ પાર્ટી હોય, એક વાત ચોક્કસ છે કે જો રણવીર સિંહ ત્યાં હાજર રહેશે તો તે પાર્ટીમાં ચાર્મ વધારશે. મુકેશ અંબાણીના નાના પુત્ર અનત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. તે પોતાના એનર્જેટિક અવતારથી મહેફિલમાં આકર્ષણ જમાવતો જોવા મળ્યો હતો. વાસ્તવમાં આ લગ્નમાં બોલિવૂડના તમામ સ્ટાર્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બધાએ આવીને અનંત-રાધિકાના આ પ્રસંગને અદ્ભુત બનાવી દીધો હતો.

  • રણવીર સિંહે કર્યો જોરદાર ડાન્સ

રણવીર સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રણવીર DJ સાથે સ્ટેજ પર વાતાવરણ બનાવતો જોવા મળે છે. સલમાન ખાનની ફિલ્મ ‘મુઝસે શાદી કરોગી’નું ટાઈટલ સોંગ ચાલી રહ્યું છે અને રણવીર એ જ ગીત પર પરફોર્મ કરતો જોવા મળી રહ્યો છે. આ ગીત પર સલમાનનો ડાન્સ તો આપણે બધાએ જોયો છે, પરંતુ રણવીર પણ આ ગીતમાં કંઈ ઓછો નથી દેખાઈ રહ્યો. તેનો આ સ્વેગ ભર્યો અંદાજ આ ગીત સાથે સારી રીતે મેળ ખાય છે.

  • રણવીરે પણ આ સ્ટાર્સ સાથે ડાન્સ કર્યો હતો

આ સિવાય રણવીર સિંહના બીજા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં તે અનિલ કપૂર સાથે ‘માય નેમ ઈઝ લખન, મેરા નામ હૈ લખન’ ગીત પર ડાન્સ કરી રહ્યો છે જ્યારે અન્ય વીડિયોમાં રણવીર બોની કપૂર અને રજનીકાંત સાથે મસ્તી કરતો જોવા મળે છે.