રણબીર કપૂરની રામાયણના સેટ પરથી આવેલી તસવીરો બાદ બજેટની વિગતો સામે આવી છે.ભારતીય સિનેમાં હવે હોલિવૂડને પણ ટક્કર આપી રહ્યું છે. ટેકનોલોજીના યુગમાં ભારતીય ફિલ્મો પણ કરોડોના બજેટ સાથે બની રહી છે.જેમાં રણબીર કપૂરની રામાયણ ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. રામાયણના ફિલ્મના સેટ પરથી ન જોયેલી તસવીરો સામે આવી રહી છે ત્યારે ચાહકોમાં કલાકારોને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ સૌથી મોટા સમાચાર જો કોઈ ચર્ચામાં હોઈ તો તે આ ફિલ્મનું બજેટ છે.. નીતિશ તિવારી દ્વારા નિર્દેશિત રામાયણ પાર્ટ વન ભારતીય સિનેમાની સૌથી મોંઘામાં મોંઘી ફિલ્મ બનવા જઈ રહી છે, જેનું બજેટ 100 મિલિયન ડોલર હશે.
રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર 450 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી, જે સૌથી મોંઘી હિન્દી ફિલ્મોમાંની એક હતી.ણ ત્યાર બાદ હવે રામાયણના બજેટની જેમજ રામાયણ બીજી સૌથી મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનને 600 દિવસ થવા જઈ રહ્યા છે, જે ચાહકોના દિલમાં વધુ ઉત્તેજના પેદા કરી રહી છે.
વધુમાં ફિલ્મના બજેટ વિશે જણાવતા પઠાણનું બજેટ 240 કરોડ રૂપિયા હતું. જ્યારે જવાનનું બજેટ 370 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. જ્યારે પુષ્પા 2નું બજેટ 500 કરોડ સુધીનું કહેવાય છે, જે હજુ પણ રામાયણ કરતા ઓછું છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology