મોરબીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક નિર્માણાધીન મેડિકલ કોલેજની ઈમારતનો સ્લેબ ધસી પડ્યો હતો. આ દુર્ઘટનામાં પાંચ કર્મચારી ઘાયલ થયાની હોવાની માહિતી મળી રહી છે. એક અધિકારીએ કહ્યું કે આ ઘટના ગઇકાલે મોડી રાતે બની હતી.
મોરબીમાં શનાળા ગામ નજીક રાજકોટ હાઇવે પર મેડિકલ કોલેજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે. તેમાં સ્લેબ ભરવાની કામગીરી પણ કરવામાં આવી રહી હતી, ત્યારે અચાનક આ નિર્માણાધીન મેડિકલ કોલેજનો સ્લેબ તૂટી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં તંત્રમાં દોડધામ મચી હતી અને તુરંત રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં દટાઈ ગયેલા 4 પૈકી 3 શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા મળી છે. જેને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા છે તો હજુ એક શ્રમિક દટાયેલ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
ઘટનાની જાણ થતાં ટંકારા ધારાસભ્ય સ્થળ પર દોડી ગયા હતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે તો કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું. જોકે પૂરતા સાધનો કેમ ના હતા તેવો પ્રશ્ન પૂછતાં કોન્ટ્રાક્ટરને બોલાવી તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology