bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

નવસારીમાં ફરી શ્વાનનો આતંક, એક જ દિવસમાં 6 લોકોને ભર્યા બચકાં   

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવી રહી છે. ઠેર ઠેર લોકોને શ્વાનને બચકાં ભરીને ઘાયલ કર્યા હોવાની વાત સામે આવી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે હવે નવસારીમાં ફરી એકવાર શ્વાનનો આતંક જોવા મળ્યો છે. જિલ્લાના ખેરગામમાં એક જ દિવસમાં 6 લોકોને બચકાં ભરી લેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શહેરની રેફરલ હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, નવસારી જિલ્લામાં ફરી એકવાર શ્વાનનો આતંક સામે આવ્યો છે. જિલ્લાના ખેરગામમાં એક જ દિવસમાં શ્વાનને આતંક મચાવ્યો છે, ખેરગામમાં એક જ દિવસમાં ડોગ બાઈટના 6 કેસથી લોકો ભયભીત થયા છે. એક જ દિવસમાં શ્વાને છ લોકોને બચકા ભરીને ઘાયલ કરી દીધા છે, જેમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સામેલ છે. આ ઘટનામાં એક બાળક સહિત કુલ 6 લોકોને બચકા ભરીને શ્વાનને ગંભીર

રીતે ઘાયલ કર્યા છે, આ તમામને હાલમાં ખેરગામની રેફરલ હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. શ્વાનને પકડવા માટે સ્થાનિક એનજીઓ અને વન વિભાગની જાણ કરવામાં આવી છે.