bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુરુ-શિષ્યનાં સબંધનો શર્મસાર કરતો કિસ્સો: રાજકોટમાં પ્રિન્સિપાલે 11 થી 14 વર્ષની 4 વિધાર્થીનીઓ સાથે અડપલાં કર્યા...  

રાજકોટમાં ગુરુ-શિષ્યનાં સબંધનો શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સ્કૂલનાં આચાર્ય દ્વારા વિધાર્થીનીઓ સાથે અડપલા કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પોલીસે આચાર્યની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

અવાર નવાર વિધાર્થીનીઓ સાથે સ્કૂલમાં અડપલાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે રાજકોટમાં નરાધમ આચાર્યની કરતૂત પ્રકાશમાં આવી છે. આચાર્ય દ્વારા ધો.11 માં અભ્યાસ કરતી 14 વર્ષની 4 વિધાર્થીનીઓ સાથે અડપલા કર્યા હતા. આ બાબતે વિદ્યાર્થીની દ્વારા પરિવારજનોને જાણ કરતા પરિવારજનો દ્વારા આ બાબતે સ્કૂલમાં જાણ કરી હતી. જે બાદ મામલો આગળ વધે તે પહેલા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. 

ગુરુ-શિષ્યનાં સબંધને લાંછન લગાડતી ઘટના બનવા પામી છે. જેમાં રાજકોટમાં કોઠારીયા રોડની સરસ્વતી શૈક્ષણિક સંકુલનાં આચાર્યની કરતૂત સામે આવી છે. જેમાં આચાર્ય રાકેશ સોરઠિયાએ અડપલા કર્યા હતા. આ સમગ્ર બાબતે પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આચાર્યની ધરપકડ કરી હતી.