bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે:  અમદાવાદથી દેશવાસીઓને અર્પણ કરી 85 હજાર કરોડથી વધુ રેલવે પ્રોજેક્ટની ભેટ...  

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી અનેક રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે.  આ પ્રસંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  અમદાવાદથી દેશને 10 નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી છે.  PM મોદીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ 6 હજાર વિસ્તરણ અને વિકાસકાર્યો સંબંધિત રેલવે યોજનાઓનો શિલાન્યાસ કરશે. 

અમદાવાદના સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક સાબરમતી આશ્રમનું રૂપિયા 1200 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરાશે. આજે દાંડી કૂચ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુન: નિર્માણ પ્રોજેક્ટ' નો  પ્રારંભ કરાવશે. આ આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન અનેક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી રહ્યો છે. 17 જૂન 1917ના સાબરમતી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. એ વખતે 132 એકરમાં ફેલાયેલા સાબરમતી આશ્રમની જમીનની કિંમત રૂપિયા 26972 જ્યારે મકાનોની કિંમતનો રૂપિયા 2,95,121નો ખર્ચ થયો હતો.