bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં અફવા ફેલાવનાર સામે શિક્ષણ બોર્ડ દ્વારા કરાશે કડક કાર્યવાહી...  

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં અફવા ફેલાવનાર સામે શિક્ષણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરાશે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં આગામી દિવસોએ યોજાનાર બોર્ડ પરીક્ષા  દરમિયાન સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવનાર પર દેખરેખ રાખવા માટે એજન્સીઓની પણ મદદ લેવામાં આવશે. આ સાથે પેપર લીક  થવાની ખોટી અફવાઓથી સતર્ક રહેવા માટે શિક્ષણ બોર્ડે વાલીઓ અને વિદ્યાર્થીઓને તાકીદ કર્યા છે. આ સાથે ત્યારે કોઈ વાંધાજનક માહિતી મળે તો બોર્ડ અથવા જિલ્લા કંટ્રોલરૂમમાં જાણ કરવા માટે સૂચન કરવા માટે કહેવામાં આવ્યું છે.

બોર્ડ પરીક્ષા   દરમિયાન સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવનાર પર દેખરેખ રાખવા માટે એજન્સીઓની પણ મદદ લેવામાં આવશે. શિક્ષણ બોર્ડે અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારી છે. આ સાથે અફવાઓ અને બનાવટી માહિતી સામે તકેદારી રાખવા સૂચના અપાઈ છે.

મહત્વનું છે કે, ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 તથા ધોરણ 12ની જાહેર પરીક્ષાઓ તા. 11/3/2024થી તા.26/3/2024 દરમિયાન યોજાશે. બોર્ડની પરીક્ષાને લઈ તંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે.