bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાતમાં શરુ થયો ઠંડીનો વધુ એક રાઉન્ડ, 8 શહેરોમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયુ...

 

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી વહેલી સવારે સાધારણ ઠંડી અને બપોરે કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો હતો. જો કે હવે ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે. હવાની દિશા બદલાતી હોવાથી ઠંડીના ચમકારાનો અનુભવ થઇ રહ્યો છે.

હવામાન વિભાગે આગાહી કરી હતી કે પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધશે અને રાજ્યમાં ફરી કડકડતી ઠંડીનો અનુભવ થશે.રાજ્યમાં કમોસમી વરસાદની પણ સંભાવના છે. અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે, ત્યારે આગાહી અનુસાર રાજ્યના 8 શહેરોમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રીથી નીચે ગગડ્યુ છે. નલિયામાં 10 ડિગ્રી, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી, અમદાવાદમાં 12.1 ડિગ્રી 3 દિવસમાં 7.6 ડિગ્રી ગગડ્યો પારો નોંધાયો છે.