ચારણ ગઢવી સમાજનાં અપમાન બાદ ગીગા ભમ્મર અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધમાં ઝેર ઓક્યું છે. અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ ભાષણમાં બોલતા હોવાનો વિડીયો વાઇરલ થયો છે. આહીર સમાજના એક સમૂહલગ્ન કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ગીગા ભમ્મરે દલિત સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ગીગા ભમ્મરે દલિત સમાજની વાત કરતા વાંધાજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. જેને લઈને હવે દલિત સમાજ લાલઘુમ થઈ ગયો છે.
અનુસૂચિત જાતિ સમાજ ખોટી એટરોસિટી કરતા હોવાનો વિડીયોમાં ઉલ્લેખ છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અધિકાર મંચનાં સહ કન્વીનર માવજી સરવૈયા દ્વારા ભાવનગર આઈજી, એસ.પી ને ગીગા ભમ્મર વિરુદ્ધ પગલાં લેવા રજુઆત કરાઈ છે. ગીગા ભમ્મર આ વીડિયોમાં દેવાયત ખવડ દ્વારા જાડેજા દરબારનાં ટાટીયા ભાંગી નાખ્યા હોવાનો પણ ઉલ્લેખ છે. ગીગા ભમ્મરનાં આ વિડીયોથી અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાયદેસર કાર્યવાહી કરવા ગાંધીનગર સુધી અનુસૂચિત જાતિ સમાજનાં આગેવાનો રજુઆત કરશે.
ચારણ ગઢવી સમાજના અપમાન બાદ ગીગા ભમ્મરે દલિત સમાજ માટે ગેર બંધારણીય - વાંધા જનક શબ્દ બોલી દલિત સમાજનું અપમાન કર્યું છે, દલિત સમાજ ખોટી એટરોસિટી કરતો હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ કન્વીનર માવજી સરવૈયા દ્વારા ભાવનગર આઈજી, એસ.પીને ગીગા ભમ્મર વિરુદ્ધ પગલાં લેવા રજૂઆત કરાઈ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology