લોકસભા પહેલા ગુજરાતના રાજકારણમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના (BTP) પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે સી.આર પાટીલે આ બંને નેતાઓ અને તેમના સમર્થકોને ભાજપની ટોપી અને ખેસ પહેરાવ્યા છે.
આજે ગાંધીનગરમાં કમલમમાં ભાજપની વેલકમ પાર્ટી યોજાઇ હતી. આજેની વેલકમ પાર્ટીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તમામને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા. આ વેલકમ પાર્ટીમાં પૂર્વ MLA મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા, આ ઉપરાંત પાલનપુરના પૂર્વ MLA મહેશ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology