bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સનો 3 હજાર કિલોનો જથ્થો ઝડપાયો...


પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સનો વિશાળ જથ્થો ઝડપાયો છે. ગુજરાતની સુરક્ષા એજન્સીઓને આ ડ્રગ્સ ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. હવે આ મામલે આગળની કાર્યવાહી આરંભવામાં આવી છે. ગુજરાતના દરિયામાર્ગનો ગેરકાયદે રીતે વસ્તુ ઘૂસાડવાના પ્રયત્નો બાદ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. જેમાં વધુ એક મોટી સફળતા હાંસલ થઈ છે.

પોરબંદર દરિયામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ATS અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં 3 હજાર કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપાયું છે. આ કિસ્સામાં જે બોટમાં ડ્રગ્સ લવાઈ રહ્યું હતું તેને કબજે લેવામાં આવી છે અને તેની સાથે તેમાં સવાર 4 ક્રૂ મેમ્બર્સની પણ ધરપકડ કરવામાં આવી છે. હવે જે ડ્રગ્સ ઝડપાયું છે તેને પોસબંદર લાવીને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.

આ ડ્ર્ગ્સનો વિશાળ જથ્થો ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો અને કોના સુધી પહોંચાડવામાં આવી રહ્યો હતો તે સહિતની બાબતો આગામી સમયમાં બહાર આવશે. ગુજરાતમાં ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું હતું તો આ કોના ઈશારે થઈ રહ્યું હતું તે અંગેની પણ તપાસ ATS સહિતની ગુજરાતની સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવશે.