bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અમદાવાદના ધોલેરા-વટામણ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત: સામસામે બે ટ્રકની ટક્કરથી ત્રણનાં મોત...  

હાલ રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદના ધોલેરા-વટામણ હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ધોલેરા-વટામણ હાઈવે પર પીપળી ગામ પાસે આજે વહેલી સવારે સામસામે બે ટ્રક ધડાકાભેર અથડાતા રોડ પરથી નીચે ઉતરી ગયાં હતાં. આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં હતા. આ ઘટનાની જાણ થતાં જ ધોલેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુઈ તપાસ હાથ ધી હતી.

પીપળી ગામ પાસે GJ-01-CX-0386 નંબરની ટ્રક અને GJ-04-AT-8262 નંબરની આઇસર ટ્રક સામસામે અથડાયા હતાં. બન્ને ટ્રકનો આગળ ભાગ પડીકુ વળી ગયો હતો. આ અકસ્માતની જાણ થતા જ આસપાસમાંથી લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ તથા 108ની જાણ કરી હતી. પોલીસે ત્રણેય મૃતકોના મૃતદેહને પીએમ માટે 108 મારફત હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના ધોળકાના પુલેન સર્કલ પાસે ગઈકાલે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ગમખ્વાર અકસ્માત થયો હતો. બંધ ડમ્પર પાછળ બોલેરો ઘૂસી જતા 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા