bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

હું ભાજપમાં જ છું અને તેમાં જ રેહવાનો છું” કોંગ્રેસમાં જોડાવાની  અટકળો પર ભીખાજી ઠાકોરએ કર્યો ખુલાસો...

 

છેલ્લા ત્રણ દિવસથી સાબરકાંઠાનાં ભાજપનાં ઉમેદવારનો ટિકીટ પરત કરવાનો મામલો ચર્ચામાં છે. ત્યારે ભાજપનાં લોકસભાના ઉમેદવારની કોંગ્રેસમાં જોડાવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ફરી સાબરકાંઠાનાં રાજકારણમાં ચહલપહલ વધી જવા પામી હતી. જે બાબતે તેઓ દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી.

સાબરકાંઠાનાં ભાજપનાં પૂર્વ ઉમેદવાર ભીખાજીનો મેસેજ વાયરલ  થતા ભાજપનાં નેતાઓ ફરી દોડતા થઈ જવા પામ્યા હતા. ત્યારે ભીખાજી કોંગ્રેસમાં જોડાવવા જઈ રહ્યા હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જે પોસ્ટને લઈ ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા  પર સ્પષ્ટતા કરી હતી. કે હું ભાજપ છોડીને કોઈપણ અન્ય પક્ષમાં જોડાવાનો નથી. કોંગ્રેસમાં જોડાવવાની વાત માત્ર અફવા છે. ભીખાજીએ પોસ્ટ મુકતા કોંગ્રેસમાં જોડવાની અટકળોનો અંત આવ્યો હતો.

ભાજપ દ્વારા મહિલાને લોકસભાની ટીકીટ આપવામાં આવતા ભીખાજીનાં સમર્થકો દ્વારા  સોશિયલ મીડિયામાં યુથ ઓફ બીજેપી, એસકે ગ્રુપ, ભીખાજી ઠાકોર ફેન ક્લબ ગ્રુપમાં વિરોધ કર્યો હતો.બીજેપી અરવલ્લી ડિસ્ટ્રીક્ટર ગ્રુપમાં વિરોધ થયો હતો. પ્રાંતિજ યુવા મોરચા ગ્રુપમાં પણ વિરોધ થયો હતો. તલોદ તાલુકાનાં ભાજપનાં સંગઠનમાં ઉપપ્રમુખનો ઓડિયો વાયરલ થયો હતો. કોંગ્રેસમાંથી આવેલાને લોકસભા લડાવવા નીકળ્યા છો. જો મહિલાને ટિકીટ આપવી હોય તો રેખાબા ઝાલાને ટીકીટ આપો.  શોભનાબેનનો વિરોધ છે.  જીલ્લા કે તાલુકામાં શોભનાબેનનું ક્યાંય નામ નથી. અન્ય કાર્યકરોએ પણ ઓડિયો મેસેજ મુકી આક્રોશ ઠાલવ્યો હતો. 

સાબરકાંઠામાં લોકસભા ભાજપ ઉમેદવારના અટક કાંડને લઇ ચાલી રહેલ વિવાદે ભીખાજીની ટીકીટ હાથમાંથી ગયાની જિલ્લા ભાજપમાં ચર્ચાઓ વહેતી થઇ છે..ભાજપે ભીખાજીની ટિકિટ પરત ખેંચી હોવાની ચર્ચાઓ જિલ્લામાં ચર્ચાઇ રહી છે. ભીખાજીએ ગઇકાલે પોતે ચૂંટણી નહી લડેની જાહેરાત કરી છે ત્યારે ભીખાજીની ચૂંટણી ન લડવાના કેટલાક કારણો સામે આવી રહ્યા છે. જેને લઇ જિલ્લા ભાજપમાં ચર્ચાઓ થઇ રહી છે..જોકે સૂત્રો તરફથી મળતી માહીતી મુજબ સમગ્ર કાંડમાં અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલે મુખ્ય ભૂમીકા ભજવી હોવાની ચર્ચા ચાલી રહી છે