લોકસભા ચૂંટણી પહેલા જ વડોદરાથી રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની જાહેરાત કરતાંની સાથે જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ બધાની વચ્ચે હવે ખુદ સાબરકાંઠાથી પણ મોટી અપડેટ સામે આવી છે. વડોદરાના ભાજપના ઉમેદવારની ચૂંટણી લડવાની અનિચ્છા પછી બીજા મોટા સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠાથી ટિકિટ ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી છે.
વડોદરાના ઉમેદવાર રંજનબેન પછી સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. મહત્વનું છે કે, વહેલા ઉમેદવારો જાહેર કરનારા ભાજપમાં ઉમેદવારો બદલવાનો સિલસિલો યથાવત છે. અહી સૌથી મોટી વાત તો એ છે કે, ગુજરાતના રાજકારણમાં ક્યારય ન બનતી ઘટનાઓ 2024ની ચૂંટણી બની રહી છે. આજે સવારે વડોદરાના ઉમેદવારે ચૂંટણી લડવાની ના પાડ્યા બાદ હવે સાબરકાંઠાના ઉમેદવારે પણ ના પાડી છે. આ તરફ હવે બનાસકાંઠાના ઉમેદવારને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે.
સંસ્કારી નગરી વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે હવે ચૂંટણી લડવા ઇનકાર કર્યો છે. મહત્વનું છે કે, સતત ત્રીજી વખત ભાજપથી રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયા બાદ જ આંતરિક ડખો જોવા મળ્યો હતો. વાત તો એટલા સુધી પહોંચી છે વડોદરા પૂર્વ મેયરે પણ તેમના વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે અનેક કાર્યકરોએ પણ રંજનબેનનો વિરોધ કર્યો હતો. આ સાથે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology