ગુજરાત યુનિવર્સિટીમાં રાત્રીનાં સુમારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા પ્રવેશ કરી વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં જઈ તોડફોડ કરી હતી. તેમજ વિદ્યાર્થીઓ સાથે મારામારી કરતા વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે તાત્કાલીક બેઠક બોલાવી હતી.ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ વિદેશી હોસ્ટેલમાં શનિવારે સાંજે ઉઝબેકિસ્તાન, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાનાં વિદ્યાર્થીઓ રમઝાન માસની નમાઝ પઢી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક કેટલાક લોકોએ હોસ્ટેલમાં પ્રવેશ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. જેથી થોડાક સમય માટે મામલો ગરમાઈ જવા પામ્યો હતો.
મળતી માહિતી મુજબ શનિવારે મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ વિદેશી હોસ્ટેલમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ કરી હતી, તિયાર બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં લઈજવા મા આવ્યા હતા.આ ઘટનાની જાણ કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને થતા તેઓ તાત્કાલીક એસવીપી હોસ્પિટલ ખાતે દાખલ વિદ્યાર્થીઓનાં ખબર અંતર પૂછવા દોડી ગયા હતા. તેમજ આ સમગ્ર ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી હતી.આ સમગ્ર ઘટનાની જાણ ગુજરાત યુનિવર્સિટી પોલીસને થતા પોલીસ મામલો વધુ ગરમાંય તે પહેલા હોસ્ટેલ ખાતે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી,આ બાબતે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનાં પી.આઈ. એસ.આર.બાવાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં બબાલ થયાનાં સમાચાર મળતા પોલીસની ટીમ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તેમજ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની પૂછપરછ હાથ ધરી હતી. તેમજ ક્યાં કારણે આ સમગ્ર બોલાચાલી થઇ તે બાબતે તપાસ હાથ ધરી છે. તેમજ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology