વઢવાણના એક વિસ્તારની 16 વર્ષિય સગીરાને 5 શખ્સોએ 8 મહિના સુધી ધંમકીઓ આપી દુષ્કર્મ આચરવાની ઘટના બની છે. સગીરાને 6 મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે વઢવાણ પોલીસે પાંચેય શખ્સોની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. પિતા મરણ પામતાં માતા એકલી મૂકીને અન્ય સ્થળે રહેવા ચાલી ગઈ હોવાથી સગીરા 90 વર્ષિય દાદી સાથે રહેતી હતી. સગીરાની એકલતાનો લાભ લઈ પાંચેય શખ્સોએ સગીરાના ઘરમાં અવાર નવાર ઘૂસી દુષ્કર્મ આચરતા હતા. છરી બતાવી તેમજ ધમકી આપી અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરતા હતા. વારંવાર દુષ્કર્મ આચરતા હોવાથી સગીરાને 6 મહિનાનો ગર્ભ રહી જતાં પરિવારજનોને જાણ થઈ હતી. વઢવાણ પોલીસને જાણ કરતાં પોલીસે સગીરાના સગા ફુઆ રફીક ઉર્ફે મુન્નો કેરાળીયા, અલફ્રાન મિરઝા, સમીર મલેક, શાહરૂખ મલેક અને અવેશ ચૌહાણની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. સગીરા પર વધુ કેટલાક યુવકોએ પણ દુષ્કર્મ આચર્યું હોવાની શક્યતાઓને હોવાની પણ લોકોમાં ચર્ચાઓ થઇ છે. જો કે, હવે પોલીસ આરોપીઓ પાસેથી શુ નવા ખુલાસાઓ કરાવે છે તે જોવુ રહ્યુ. સમગ્ર કેસને લઈ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology