bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સમગ્ર રાજ્યમાં ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ....  

રાજ્યમાં આજે ધો.10-12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10માં 9.17 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તો સ્ટ્રોંગ રૂમથી બોર્ડના પેપર પૂરતી વ્યવસ્થા વચ્ચે સેન્ટર ઉપર પહોંચાડવામાં આવશે. જે માટે બે સરકારી કર્મચારી અને બે ગાર્ડ સાથે પેપર સીલ બંધ પેકમાં સેન્ટર સુધી પહોંચશે. ડિવિઝનલ ઓફિસરની દેખરેખ હેઠળ પેપર સેન્ટર સુધી પહોંચાડવા રવાના કરાયા છે. આ ઉપરાંત આજે 1.65 લાખ વિદ્યાર્થીઓ રીપીટર તરીકે પરીક્ષા આપશે.  

બોર્ડના વિદ્યાર્થીઓની મદદ માટે પોલીસ જવાનો પણ સ્ટેન્ડ ટુ રહેશે. વિદ્યાર્થીઓ ક્યાંક અટવાશે તો પોલીસ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે. વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાશે, અકસ્માતમાં થાય કે પછી સ્લીપ ખોવાય તો પોલીસની મદદ માંગી શકે છે. બોર્ડની પરીક્ષાના મહત્વના ડોક્યુમેન્ટ ખોવાય તો પણ પોલીસ મદદે આવશે. આ માટે પોલીસ કન્ટ્રોલ રૂમ 100 નંબર પર ફોન કરવાનો રહેશે. પોલીસ વિદ્યાર્થીઓને સમયસર મદદ પહોંચાડવાનો પ્રયાસ કરશે. અમદાવાદ શહેર પોલીસ બોર્ડના વિદ્યાર્થીઓને મદદ કરવા માટે સ્ટેન્ડ ટુ રહેશે તેવા આદેશ ડીસીપી કોમલ વ્યાસ દ્વારા જાહેર કરાયા છે. 

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરુ થશે. આજે રાજ્યના અલગ અલગ સ્ટ્રોંગ રૂમમાં પ્રશ્નપત્રો પહોંચશે. વિદ્યાર્થીઓ પણ એક દિવસ પહેલા તેમના માતા પિતા સાથે પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લેશે. 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે. ધોરણ 10માં 9,17,687 વિધાર્થીઓ પરીક્ષા આપશે, તો 1.65 લાખ વિદ્યાર્થીઓ રિપિટર તરીકે પરીક્ષા આપશે. રાજ્ય ભરમાં ધોરણ 10માં 84 ઝોનમાં 981 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું છે. આ સાથે 130થી વધુ કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે. રાજ્યની અલગ અલગ 4 જેલ કેન્દ્રો પર પણ પરીક્ષાનું આયોજન કરાયું છે.