bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ભાજપની ગુજરાતના 15 સહિત કુલ 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ....

 


લોકસભા ચૂંટણીને થોડાક મહિનાઓ બાકી છે, ત્યારે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે ભાજપએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકસભા ચૂંટણીના ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. જેમાં ભાજપે 195 ઉમેદવારોના નામની જાહેરા કરી છે. આ ઉપરાંત યાદી મુજબ બે પૂર્વ મુખ્યમંત્રીને પણ ચૂંટણી મેદાનમાં ઉતારાશે. ભાજપે પ્રથમ યાદીમાં 29 મહિલા ઉમેદવારો નામની પણ જાહેરાત કરી છે. યાદીમાં 34 કેન્દ્રીય અને રાજ્યના મંત્રીઓના નામ પણ હોવાની જાહેરાત કરાઈ છે. ભાજપે પ્રથમ યાદીમાં 27 એસસી ઉમેદવારો અને 18 એસટી ઉમેદવારોના નામ પણ સામેલ કર્યા છે. 100થી વધુ હાઈ પ્રોફાઈલ બેઠકોના નામ જાહેર કરાશે. વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી લડશે. આ યાદીમાં 34 મંત્રીઓ પણ સામેલ છે, જે તમામ દેશની વિવિધ બેઠકો પરથી ચૂંટણીમાં ઝંપલાવશે.

ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના આ ઉમેદવારોના નામ

  • કચ્છ -વિનોદભાઈ ચાવડા
  • બનાસકાઠાં - શ્રીમતી રેખાબેન હિતેશભાઈ ચૌધરી
  • પાટણ - ભરત ડાભી
  • ગાંધીનગર - અમિત શાહ
  • અમદાવાદ પશ્ચિમ - અનુસૂચિત જાતિ દિનેશભાઈ મકવાણા
  • રાજકોટ - પુરષોત્તમ રૂપાલા
  • પોરબંદર - મનસુખભાઈ માંડવીયા
  • જામનગર - પૂનમ બેન માડમ
  • આણંદ - મિતેષભાઈ રમેશભાઈ પટેલ
  • ખેડા - દેવુસિંહ ચૌહાણ
  • પંચમહાલ - રાજપાલ સિંહ મહેન્દ્ર સિંહ જાદવ
  • દાહોદ - જશવંત સિંહ ભાંભોર
  • ભરૂચ - મનસુખભાઈ વસાવા
  • બારડોલી - મનુભાઈ નાગરભાઈ વસાવા
  • નવસારી - સી.આર.પાટીલ

પહેલી યાદીમાં કોણ કોણ દિગ્ગજો 
ભાજપની પહેલી યાદીમાં પીએમ મોદી, અમિત શાહ અને રાજનાથ સહિતના દિગ્ગજોના નામ છે. પીએમ મોદી તેમની પરંપરાગત વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે તો ગૃહ મંત્રી અમિત શાહને ગાંધીનગરથી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને યુપીની લખઉન બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે.