bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

બહુચરાજીથી વરાણા ખોડીયાર માતાએ પદયાત્રીક સંઘને અજાણ્યા વાહનચાલકે કચડ્યો, ત્રણનાં મોત, પાંચ અતિગંભીર...

 

હાલ રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે હારીજ-ચાણસ્મા હાઇવે પર હિટ રન એન્ડની ઘટના સામે આવી છે. બહુચરાજીના અંબાલાથી વરાણા ખોડીયાર માતાજીના મંદિરે પગપાળા જતા સંઘને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ફરાર થયો. આ ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમા ચારની હાલત અતિગંભીર છે.

અકસ્માત અંગે મળતી વિગતો મુજબ બહુચરાજીના અંબાલા ગામથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઇ રહ્યો હતો. ત્યારે મોડી રાત્રે હારીજ-ચાણસ્મા હાઇવે પરના દાંતરવાડા ગામ પાસે અજાણ્યો વાહનચાલકે આ સંઘને ટક્કર મારીને ફરાર થયો હતો. આ અકસ્માતમાં બે મહિલા અને એક કિશોરીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે પાંચથી વધુ ઇજાગ્રસ્ત થયા છે. જેમને ધારપુર સિવિલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં ચારની હાલત અતિગંભીર હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટનાની જન થતાં જ હારીજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.