bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

GCMMFની સુવર્ણ જયંતીની ઉજવણીમાં પહોંચ્યા PM મોદી, સીએમ પણ ઉપસ્થિત...

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ 57 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમને રિસિવ કરવા રાજ્યના મુખ્યમંત્રી અને શહેરના મેયર પ્રતિભા જૈન પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી  GCMMFની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજરી આપવા નમો સ્ટેડિયમમાં પહોંચી ગયા છે.

આજે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. અમદાવાદથી બપોરે મહેસાણામાં વાળીનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરશે. આ ઉપરાંત તેઓ મહેસાણામાં એક જાહેર સભામાં શિલાન્યાસ કરશે અને 8,350 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સાંજે તેઓ નવસારીમાં 17,500 કરોડના વિકાસ કામોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં 12 વિભાગોના ₹44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.