bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકા તરબોળ, સૌથી વધુ ડોલવણમાં, આજે આ જિલ્લામાં એલર્ટ...

રાજ્યમાં મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.81 ઈંચ વરસાદ ખાબક્યો છે. ડાંગના સુબિરમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીમાં 6.5 ઈંચ, જલાલપોરમાં 5 ઈંચ, ગણદેવીમાં 5 ઈંચ, તાપીના સોનગઢમાં 4 ઈંચ ઉચ્છલમાં 4 ઈંચ અને સુરતના મહુવામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

  • આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (26મી જુલાઈ) સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે.

  • અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી રાજ્યના ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 26થી 30 જૂલાઈએ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ઉત્તર ગુજરાતનો મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહેશે. 

અંબાલાલ પટેલે આગાહી અનુસાર, એક સાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં સાતમી ઓગસ્ટના દિવસે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે પશ્ચિમ અને સૌરાષ્ટ્રમાં લો પ્રેસર ઉભુ થતાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાની સાથે અતિભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, જેમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે.