જન્માષ્ટમીના તહેવારનું સૌરાષ્ટ્રમાં અનેરૂ મહત્ત્વ હોય છે. તેને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ટ્રેનોમાં ભારે ભીડ અને ટિકિટ માટે લાંબા વેટિંગને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા આ સ્પેશિયલ ટ્રેન દોડાવશે.
ટ્રેન નંબર 09453 અમદાવાદ-ઓખા સ્પેશિયલ 25મી ઓગસ્ટે (રવિવાર) અમદાવાદથી સવારે 07.45 કલાકે ઉપડશે અને સાંજે 5:00 કલાકે ઓખા પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09454 ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 26મી ઓગસ્ટે (સોમવાર) ઓખાથી સવારે 05.30 કલાકે ઉપડશે અને 3.00 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળીયા અને દ્વારકા સ્ટેશન પર રોકાશે.
જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ 31મી જુલાઈથી તમામ PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology