bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગીર સોમનાથમાં ભૂંકપ, ચાર મિનિટમાં આવ્યા બે આંચકા...

ગીર સોમનાથમાં આજે ભૂંકપના આંચકા આવ્યા હતા.  4 મિનિટમાં બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો એક આંચકો 3.7ની તિવ્રતાનો અનુભવાયો હતો. જ્યારે ભૂકંપના બીજા આંચકાની તીવ્રતા 3.4ની નોંધાઈ હતી. તાલાલાની આસપાસમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ભયભીત થઈ ગયા હતા. જો કે ભૂકંપને કારણે અત્યાર સુધીમાં જાનમાલને નુકસાનને લગતા કોઈ સમાચાર સામે આવ્યા નથી.