ઘેડ પંથકમાં ભરાતા પાણીની સમસ્યાનુ સમાધાન આવશે, પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ ઘેડ પંથકની મુલાકાત લીધી, ભારે વરસાદ બાદ ઘેડ પંથક જળબંબાકાર બની જતો હોય છે તે અંગે મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતુ કે ઘેડ પંથકનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે, જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી સુધીમાં સર્વે થઈ ગયા બાદ માર્ચ મહિનામાં બજેટમાં સમાવેશ કરાશે, અને પાણીમાં જેમનો પાક નિષ્ફળ ગયો છે તે માટે પણ 1 સપ્તાહમાં સર્વે થયા બાદ વળતર ચૂકવવામાં આવશે.
મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદ આવે ત્યારે તરત જ પાણીનો નિકાલ થઈ જાય.એના માટે શું કરવું જોઈએ. એના માટે ડીટેઈલ વાતચીત થઈ છે. આપણે નક્કી કર્યું છે કે, જાન્યુઆરી, ફ્રેબ્રુઆરી મહિનાં સુધીમાં આપણા આખા ઘેડ પંથકનો એક સર્વે થઈ જાય. ક્યાં ક્યાં નાળા આપણે દાબી દીધા છે. નદીઓને સાંકડી કરી નાંખી છે. પાણી ભરાય છે, ઉપરથી કેટલું પાણી આવે છે. આપણે જ્યાં ત્યાં પાણીનો નિકાલ કેટલો છે. તેમજ નિકાલ નથી તો નિકાલ થઈ જાય તેના માટે શું કરવું જોઈએ. એના માટે એક સર્વે ચાલુ કરાવી દીધો છે.
સર્વે જાન્યુઆરી, ફ્રેબ્રુઆરી સુધી પુરો થઈ જશે. તો માર્ચ મહિનામાં બજેટ આવે. ત્યારે બજેટમાં એનો સમાવેશ કરી અને આપણા ઘેડ પંથકનો પ્રશ્ન કાયમ માટે ઉકેલાય એના માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ અત્યારે જે રસ્તા ધોવાયા હોય, પાળા ધોવાયા હોય, આપણા પાકને નુકશાન થયું હોય તે માટે સર્વે હાથ ધરવામાં આવશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology