ટેક્નોલોજીના યુગમાં મોટાભાગની પૈસાની લેતીદેતી ડિજિટલ સ્વરૂપે કરવામાં આવે છે. દેશભરમાં નાણાકીય વ્યવહારમાં UPI સહિતના ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે, ત્યારે છેલ્લા ત્રણ દિવસથી દેશની 356 બેંકના પાંચ હજાર કરોડના UPI સહિતના ડિજિટલ ટ્રાન્ઝેક્શનો બંધ થયા છે. જેમાં બેંકોમાં હાલ રેન્સમવેર એટેક સામનો કરી રહી છે. જ્યારે ગુજરાતની 21 બેંકના 700 કરોડના ટ્રાન્ઝેક્શન રેન્સમવેર એટેકની અસર થઈ છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કોઈ પ્રકારનો ફ્રોડ કે આર્થિક નુકસાન થયું નથી.
મળતી માહિતી પ્રમાણે, કમ્પ્યુટર વાયરસના કારણે મોટાભાગના બેંકિંગ સેવાને અસર પહોંચી છે. તેવામાં બેંકને આર્થિક નુકસાન સામે સાવચેતી રાખવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ સોફ્ટવેરનો ઉપયોગ કરતી બેંકોના ડિજિટલ ટ્રાન્ઝેક્શન હાલ પુરતા બંધી કરી દેવામાં આવ્યાં છે. બીજી તરફ, રેન્સમવેર એટેકના કારણે અત્યારસુધીમાં દેશની 138 બેંક સહિત ગુજરાતના 21 બેંકોના નાણાકીય વ્યવહાર ઠફ થઈ ગયા છે. જ્યારે સિસ્ટમ બંધ થયાના 48 કલાકથી ઉપર થયુ છતા ડિજિટલ ટ્રાન્ઝેક્શન સેવા શરુ ન થતા દેશની 138 બેંકોના 5 હજાર કરોડ અને ગુજરાતની 21 બેંકોના 700 કરોડના ડિઝિટલ ટ્રાન્ઝેક્શન અટવાઈ ગયા છે. આ દરમિયાન સોફ્ટવેરમાં ઉભી થયેલી ક્ષતિની તપાસ કર્યા બાદ ફરીથી ડિજિટલ સેવા શરૂ કરવામાં આવશે. રેન્સમવેર એટેકથી મુખ્યત્વે અર્બન કો. ઓપરેટિવ બેંક, ડિસ્ટ્રિક્ટ બેંક, સહકારી બેંક સહિતની બેંકોને અસર પહોંચી છે.
બેંક પર થયેલા આ એટેકને લઈને કાનજી ભાલાળાએ જણાવ્યું હતું કે, 'બેંકોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટરવેરમાં ખામી ઉભી થતા સરકારની સૂચના આધીન બેંકોના ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં હાલ પૂરતા અટકાવી દેવામાં આવ્યાં છે. બીજી તરફ, બેંકિંગ સોફ્ટવેરમાં ઉભી થયેલી ખામી સામે કોઈ પ્રકારના આર્થિક નુકસાન પહોંચ્યું નથી.'
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology