bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગાડીમાં ગેસ નહીં ભરી દે! CNG કીટ ટેસ્ટિંગ કરાવી લેજો નહીંતર થશે ધરમનો ધક્કો...

આણંદના ભાલેજમાં CNG પંપ પર ગેસ રીફીલીંગ કરાવતા સમયે ઈકો ગાડીમાં બ્લાસ્ટ થયો હતો. ત્યારે હવે આ બ્લાસ્ટની ઘટના બાદ કંપની અને તંત્ર હરકતમાં આવી ગયા છે. આણંદમાંભાલેજ રોડ પર આવેલા ચરોતર ગેસના સીએનજી પંપ પર સવારના સુમારે ગેસ રીફીલીંગ કરવાતા સમયે ઈકો કારમાં બ્લાસ્ટ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ઈકો કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. ત્યારે હવે આ ઘટના બાદ કંપની અને તંત્ર હરકતમાં આવી ગયા છે. અને તમામ ગેસ સ્ટેશનોને સૂચના આપી દીધી છે. હવે ગુજરાત ગેસ કંપનીએ તમામ CNG પંપ ઉપર CNG કીટ ટેસ્ટિંગ સર્ટિ.ફરજિયાત કરી દીધુ છે. CNG કીટ ટેસ્ટિંગ સર્ટિ.વગર હવે વાહનોમાં ગેસ ભરાશે નહીં. નોંધનીય છે કે, ઈકો કારમાં ગેસ ભરતી સમયે બ્લાસ્ટ થતા બે લોકોને ઈજા પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હવે ગુજરાત ગેસ કંપનીએ તમામ CNG પંપ ઉપર CNG કીટ ટેસ્ટિંગ સર્ટિ.ફરજિયાત કરી દીધુ છે. CNG કીટ ટેસ્ટિંગ સર્ટિ.વગર હવે વાહનોમાં ગેસ ભરાશે નહીં. તંત્રએ તમામ ગેસ સ્ટેશનોને સૂચના આપી દીધી છે કે સીએનજી સિલિન્ડરનું ટેસ્ટિંગ ન કરાવ્યું હોય તેવા વાહનોમાં ગેસ ભરવો નહીં.તંત્ર દ્વારા સીએનજી ટેસ્ટિંગ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ઈકો કારમાં ગેસ ભરતી સમયે બ્લાસ્ટ થતા બે લોકોને ઈજા પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. .