સુરેન્દ્રનગરમાં 17 વર્ષ પછી સિટી બસ સેવા શરૂ થવા જઈ રહી છે. મંત્રી મુળુભાઈ બેરાએ 8 સીટી બસોનું લોકાર્પણ કર્યુ હતું. 7 રૂપિયાની ટિકિટમાં મુસાફરો આ સેવાનો લાભ લઈ શકશે. સિટી બસમાં રક્ષાબંધન સુધી બહેનોને મફત મુસાફરી કરવા મળશે. શહેરમાં અન્ય 28 કરોડના કામો પણ મંજૂર કરવામાં આવ્યા છે. સીટી બસ શરૂ થતાં શહેરીજનોમાં પણ આનંદની લાગણી સુરેન્દ્રનગરના નગરજનોની સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે. ઝાલાવાડમાં રહેતા લોકોને હવે ક્યાંય પણ જવુ હશે તો સસ્તી અને સુલભ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહેશે. સુરેન્દ્રનગરવાસીઓ માટે નગરપાલિકાએ ફરી સિટી બસ સેવા શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સુરેન્દ્રનગર પાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઝાલાવાડ વાસીઓને સુલભ અને સસ્તી ટ્રાન્સપોર્ટેશન સેવા મળી રહે તે હેતુથી આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વથી સિટી બસ સેવા ફરી શરૂ થઈ છે. શહેરના અલગ અલગ 8 રૂટ પર આ સિટી બસ દોડવાની છે. જેમા રક્ષાબંધન સુધી બહેનોને ફ્રીમાં મસાફરી કરાવવાનો નિર્ણય કરાયો છે. આ સિટી બસ સેવા અંતર્ગત વઢવાણ, રતનપર, જોરાવરનગર સહિત 8 રૂટ નક્કી કરાયા છે. ઝાલાવાડની જનતા અનેકવાર શહેરમાં ફરી સિટી બસ સેવા કાર્યરત કરવા અંગે રજૂઆત કરી રહી હતી ત્યારે જનતાની માગને ધ્યાને લઈ પાલિકા દ્વારા આ નિર્ણય કરાયો છે. હવે સુરેન્દ્રનગરવાસીઓની સિટી બસની આતુરતાનો અંત આવશે. સુરેન્દ્રનગર, વઢવાણ, દૂધરેજ સહિત શહેરોને એક કરીને સંયુક્ત પાલિકા બનાવ્યા બાદ સિટી બસ શરૂ કરાય તેવી પ્રજાની માગ ઘણા સમયથી હતી. બુધવારે પાલિકાની સામાન્ય સભામાં સિટી બસ શરૂ કરવાનું ટેન્ડર મંજૂર કરાતા પ્રજાને રાહત થવાના એંધાણ છે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology