પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનના પગલે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજ સતત આંદોલન કરી રહ્યુ છે. ત્યારે ભાવનગરના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાનો ક્ષત્રિયોએ વિરોધ કર્યો છે. નામાંકન ભરતા પહેલાની સભામાં જ ક્ષત્રિય સમાજે વિરોધ દર્શાવ્યો હતો. હાથમાં કાળા વાવટા સાથે ક્ષત્રિય યુવાનો સભામાં પહોંચી ગયા હતા. એક બાજુ મનસુખ માંડવિયાની સ્પીચ ચાલુ હતી તો બીજી બાજુ ભારે હોબાળો મચ્યો હતો. ક્ષત્રિય યુવાનોએ સભામાં જ વિરોધ નોંધાવ્યો હતો. મનસુખ માંડવીયાની સ્પીચ દરમિયાન જ ક્ષત્રિય સમાજના તળાજા તાલુકાના આગેવાને રાજીનામું આપ્યું હતું.
ક્ષત્રિય યુવાનોએ સભામાં અચાનક આવી સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ સભામાં તળાજા તાલુકાના ભાજપના યુવામોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે ચાલુ સભામાં જ બ્લેક કપડાં પહેરીને 200 કાર્યકર્તાઓ સાથે રાજીનામુ આપ્યું હતું.
ભાવનગરમાં લોકસભાના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાની સભામાં હોબાળો થયો હતો. સભા ચાલુ હતી તે દરમિયાન જ ક્ષત્રિય યુવાનો આવી પહોંચ્યા હતા અને કાળા વાવટા સાથે રૂપાલાનો વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે ભારે ભાગદોડ મચી હતી. પોલીસે તાત્કાલીક વિરોધ કરી રહેલા ક્ષત્રિય યુવાનોની અટકાયત કરી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology