લોકસભા ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.આમ આદમી પાર્ટીને લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો હતો. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. તાજેતરમાં જ આપ પાર્ટીએ અલ્પેશને સ્ટાર પ્રચારક બનાવ્યા હતા. સુરતથી અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ AAPમાંથી રાજીનામું ધરી દીધું છે. આજે આ બંને નેતાઓએ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખી રાજીનામું આપી દીધું છે. વિગતો મુજબઅલ્પેશ કથીરિયા સુરત શહેર કાર્યકારી પ્રમુખ હતા. આ સાથે 2022માં વરાછા બેઠકથી અલ્પેશ કથીરિયા ચૂંટણી લડ્યા હતા. જોકે અચાનક લોકસભા ચૂંટણી પહેલા જ અલ્પેશ કથીરિયાનો AAPથી મોહભંગ થયો છે.
તેઓએ આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને રાજીનામું મોકલ્યું હતું. અલ્પેશ 2022માં વરાછા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. કુમાર કાનાણી સામે અલ્પેશ કથીરિયાની હાર થઇ હતી.હવે આ બન્ને નેતાઓ આગામી દિવસોમાં શું કરશે શું ભાજપ કે અન્ય પાર્ટીમાં જોડાશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. બન્ને નેતાઓએ તાત્કાલિક અસરથી જ પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે, બન્ને નેતા હાર્દિક પટેલના સાથીદાર છે જે સમયે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે અલ્પેશ કથીરિયા હાર્દિકના નજીકના સાથીદાર માનવામાં આવી રહ્યા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology