bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સુરતના VR મૉલને ઉડાવી દેવાના ધમકીભર્યા 50થી વધુ ઇમેઇલ મળ્યા....

સુરત શહેરના ડુમ્મસ રોડ પર આવેલા VR મૉલમાં બોમ્બ મૂક્યો હોવાનો ધમકીભર્યો ઇમેઇલ મળતા પોલીસ દોડતી થઈ છે. ઉમરા પોલીસે આરવી મૉલને મળેલી ધમકી બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને મૉલ ખાલી કરાવ્યો છે. હવે ટીમો દ્વારા વિવિધ રીતે તપાસ કરવામાં આવી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીએ આ અંગે માહિતી આપીને જણાવ્યું છે જે માહિતી મળી છે તે અંતર્ગત મૉલની અંદર વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ મામલે મળતી પ્રાથમિક વિગતો મુજબ મૉલને 50થી વધુ ઇમેઇલ મળ્યા છે. હવે આ અંગે પોલીસની આઈટી ટીમ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.  આ અંગે સુરત એડિશનલ સીપી કે.એન. ડામોરે જણાવ્યું કે, બપોરે ચાર વાગ્યે આ મેઇલ આવ્યો હતો. જેમાં એવું જણાવ્યું હતું કે, VR મોલમાં બોમ્બ મુકવામાં આવ્યો છે અને એ સવારે બ્લાસ્ટ થશે. અમે બધાને મોલમાંથી બહાર કાઢી લીધા છે. જે પછી ક્રાઈમ બ્રાન્ચ, SOG, બોમ્બ સ્ક્વોડ ટીમ મોલની અંદર તપાસ કરી રહી છે. હાલ VR મોલ ખાતે ફાયર વિભાગની બે ગાડી સ્ટેન્ડ બાય કરવામાં આવી છે.
  

તેમજ મેઈલ કુલ 52 જગ્યાઓ પર મોકલવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેના સાથએ જ મેઈલમાં એવું પણ લખવામાં આવ્યું છેકે, ‘બચાવવા હોય તેટલા બચાવી લો’. જેના પછી  સુરત પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.