વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.CISFના ઈમેઈલ આઈડી પર આ ધમકી મળી હતી,CISFના અધિકારીએ નોંધાવી પોલીસ ફરિયાદ સાથે સાથે General Shiva 76.rediff mailથી આવ્યો ધમકી ભર્યો મેઈલ,પોલીસે તપાસ કરતા કંઈ વાંધાજનક મળી આવ્યું નથી.પરંતુ પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ વધુ તપાસ કરી રહી છે. વડોદરામાં આવેલા હરણી એરપોર્ટ પર સીઆઈએસએફના ઈ-મેઈલ પર એક અજાણ્યા વ્યકિતએ ઈ-મેઈલ કર્યો હતો અને તે ઈ-મેઈલમાં લખ્યું હતું કે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે જેને લઈ પોલીસની એજન્સીઓ દોડતી થઈ હતી,હાલ આ મેઈલ કયાં રાજયમાંથી કરવામાં આવ્યો છે તેની કોઈ માહિતી સામે આવી છે.ઘટનાની જાણ થતાની સાથે જ બોમ્બ અને ડોગ સ્કવોર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરી હતી પરંતુ કઈ વાંધાજનક મળ્યા નથી. આ બનાવ અંગે હરણી એરપોર્ટ ખાતે સીઆઇએસએફ યુનિટ એએસજી ખાતે ફરજ બજાવતા પ્રદીપકુમાર ડી. રામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ગઈકાલે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને સવારના 11 કલાકે મેઈલ કરવામાં આવ્યો છે તેની માહિતી સામે આવી છે,હાલમાં સાયબર ક્રાઈમ પોલીસ પણ આ મેઈલને લઈ વધુ તપાસ કરી રહી છે,પોલીસને આશા છે કે ટૂંક સમયમાં આરોપીને ઝડપી લેવામાં આવશે. અંગ્રેજી ભાષામાં એક મેસેજ લખેલો હતો કે, I have tickled their ego and have frustrated them! Hahahaha! Result? Boom, boom and BANGS! BIG BIG BANGS!! Hohohohohoho! No stopping, no escape! Let the games begin! Jai mahakal jai ma adishakti.જેથી સીઆઈએસએફના અધિકારીઓ દોડતા થયા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology