bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અમદાવાદ-વડોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત:  ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા 10 મોત...

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અક્સમાતની ઘટના સામે આવી છે. નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા 10 લોકોના મોત થયા હતા. કાર વડોદરાથી અમદાવાદ તરફ જતી હતી.અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દુર્ઘટનાં સર્જાતા ફરી એક વખત હાઈવે રક્તરંજીત થવા પામ્યો હતા. આ અકસ્માતની જાણ થતાંજ 108ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી સાથે જ એક્સપ્રેસ હાઈવે ની પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

કાર વડોદરાથી અમદાવાદ તરફ જઇ રહી હતી ત્યારે અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે અર્ટિગા કારના પતરા કાપીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા. આ કારનો નંબર GJ-27-EC-2578 છે.