bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સગા દીકરાને વેચી મારવાના કારસ્તાનનો પર્દાફાશ, પોલીસે કરી 3 આરોપીની ધરપકડ...

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં દીકરાને દોઢ લાખમાં વેચવાની કરતૂતનો પર્દાફાશ થયો છે. પોલીસે મળેલી બાતમીને આધારે વોચ ગોઠવી અને આ કેસમાં 3 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 3 આરોપી ફરાર થઇ ગયા છે.

  • સગા દીકરાને વેચવાનું ઘડ્યું કાવતરૂ

અત્રે જણાવીએ કે, ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે 11 મહિનાના દીકરાને રાજસ્થાનમાં વેચવાનો હતો. ખેડબ્ર્હ્મા પોલીસે આ કેસમાં ફરિયાદી બનીને વધુ તપાસ હાથ ધરી છે. ફરાર અન્ય 3 શખ્સોને શોધવા પણ ચક્રો ગતિમાન કર્યા છે.

  • દોઢ લાખમાં દીકરાનો સોદો કર્યો!

પૂછપરછમાં હકીકત સામે આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. એક તરફ દિકરાના ઉજ્જવર ભવિષ્ય માટે માતા-પિતા પેટે પાટા બાંધી આંધળી મજૂરી કરતો હોય છે જ્યારે બીજી તરફ આ કિસ્સામાં કોમળ ફૂલ જેવા 11 માસના બાળકને રૂપિયા દોઢ લાખમાં વેચવાનો કારસો સામે આવ્યો છે.