bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસીલો યથાવત, સર્ચ દરમિયાન BSFએ ડ્રગ્સના 10 પેકેટ ઝડપ્યા...  

કચ્છથી ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કચ્છના દરિયાકાંઠેથી બિન વારસી ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો યથાવત હોય તેવી સ્થિતિ બની છે. અગાઉ અનેક વાર બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા હોવાની વચ્ચે ફરી એકવાર BSF જવાનોને બિન વારસી ડ્રગ્સ ના પેકેટ મળ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ કચ્છના જખૌ નજીક નિર્જન ટાપુ પરથી BSF જવાનોને બિન વારસી ડ્રગ્સના પેકેટ મળ્યા છે. આ તરફ હવે આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

કચ્છના દરિયાકાંઠેથી અનેકવાર આપણી જાંબાઝ પોલીસ અને નેવી દ્વારા ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. આ સાથે અનેકો વાર અહીંના દરિયાકાંઠાના સૂમસામ વિસ્તારોમાંથી પણ બિનવારસી ડ્રગ્સ મળી ચૂક્યું છે. આ બધાની વચ્ચે BSFની ટીમ પણ સતત એલર્ટ છે. આ તરફ ફરી એકવાર કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.

કચ્છના જખૌ નજીક નિર્જન ટાપુ પરથી BSFને પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સના 10 બિન વારસી પેકેટ મળ્યા છે. નોંધનિય છે કે, BSFને છેલ્લા દોઢ મહિનામાં સર્ચ ઓપરેશન દરમિયાન અત્યાર સુધી 192 પેકેટ મળી આવ્યા છે.