bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

દ્વારકાનું જામ રાવલ ગામ બેટમાં ફેરવાયુ , સામે આવ્યા આકાશી દ્રશ્યો...  

દ્વારકામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દ્વારકાના જામ રાવલ ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જામ રાવલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ત્યારે હાલ પડેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.

  • જામ રાવલ ગામે ભારે વરસાદ

દ્વારકાના જામ રાવલ ગામે ભારે વરસાદના કારણે આખું ગામ બેટમાં ફેરવાય ગયુ છે. HGL હાઈસ્કુલ ખાતેના વિસ્તારોમાં ધસમસતા પાણીના પ્રવાહના કારણે ઘણો અને આસપાસના વિસ્તારો પાણીમાં જોવા મળી રહ્યા છે. ત્યારે જામરાવલ ગામે વરસાદના કારણે થયેલ તબાહીના ડ્રોન વીડિયો સામે આવ્યા છે.