મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં રાહુલ ગાંધીએ હિન્દુ મામલે સંસદમાં કરેલા નિવેદન બાદ રાહુલ ગાંધી સામે ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો અને રાજીવ ગાંધી ભવન ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ-સામે આવી ગયા હતા.આ વખતે લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને ભાજપને જબરજસ્ત ટક્કર આપ્યા બાદ અને કોંગ્રેસે 99 બેઠકો જીત્યા બાદ રાહુલ ગાંધીનું રાજકીય કદ વધ્યું છે.. લોકસભામાં હવે તેઓ વિપક્ષના નેતા છે. આજે તેઓ યૂપીના હાથરસમાં થયેલી દુર્ઘટનાના પીડિતોને મળ્યા હતા, અને તેમની વ્યથા સાંભળી હતી.. હવે ગુજરાતની મુલાકાતમાં તેઓ રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોની પણ મુલાકાત લેવાના છે જેબાબત બહુ સૂચક છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધી આવતીકાલે અમદાવાદના રાજીવ ગાંધી ભવન પર આવશે. રાહુલ ગાંધી જગન્નાથ મંદિરે દર્શન કરવા જાય તેવી પણ શક્યતા છે. રાજીવ ગાંધી ભવન પર પથ્થરમારામાં અટકાયત કરેલા કાર્યકરો સાથે તેઓ મુલાકાત કરશે. રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે પણ રાહુલ ગાંધી મુલાકાત કરશે.પ્રદેશ કોંગ્રેસના નેતાઓ રાજીવ ગાંધી ભવનની મુલાકાતમાં તેમની સાથે જોડાશે. કોંગ્રેસના કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા રાહુલ ગાંધી એક બેઠક પણ કરશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology