અમદાવાદમાં હાલ ધડાધડ વિકાસના કામો થઇ રહ્યા છે. એક તરફ પૂરજોશમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ શહેરમાં અનેક વિકાસકાર્યો પૂરજોશમાં ચાલી રહ્યા છે. તાજેતરમાં જ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવને રિડેવલોપમેન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે ચંડોળા તળાવમાં ખાડા ખોદવામાં આવ્યા છે. વરસાદના લીધે ખાડામાં ભરાયેલા પાણીમાં ત્રણ બાળકો પડી જતાં ત્રણેય બાળકોના મોત નિપજ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે બપોરથી બાળકો ગુમ થતાં જેથી પરિવારજનોએ અને સ્થાનિક લોકોએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઇ ભાળ મળી ન હતી. ત્યારબાદ મોડી રાત્રે તળાવ પાસે જ્યાં ખાડા ખોદવામાં આવ્યા છે ત્યાં તપાસ કરતાં ત્રણેય બાળકો ડૂબેલા જોવા મળ્યા હતા. આ ત્રણેય બાળકો તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હાલમાં મૃતકોની ડેડબેડીને પોસ્ટમોર્ટમ માટે એસવીપી હોસ્પિટલ લઇ જવામાં આવી છે.
પરિવારજનો તંત્રની બેદરકારી સામે આક્ષેપ કર્યા હતા કે ચંડોળા તળાવમાં ખાડા ખોદવામાં આવ્યા હોવાથી અમારા બાળકો રમતાં રમતાં ખાડામાં પડી જતાં મોત નિપજ્યા છે. ખોદકામની કામગીરી ચાલી રહી હોવાછતાં કોઇ ધ્યાન આપવારું નથી. હજુ કેટલા છોકરા ખાડામાં કોને ખબર? આ ઘટના ખાડા ખોદવાની બેદકારીના લીધે સર્જાઇ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology