મોરબીના વાંકાનેરમાં રહેતા મેહુલ શાહે પોતે મહેસૂલ વિભાગમાં ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ આપી ઠગાઈ કરી. આરોપીએ શાળામાં ક્લાર્કની નોકરી અપાવવાના નામે 3 લાખ રૂપિયા પડાવ્યા. છેતરપિંડી કરવા જિલ્લા શિક્ષણાધિકારીની સહી કરેલો બોગસ લેટર આપ્યો અમદાવાદમાં સરકારી અધિકારીની ઓળખ આપીને લાખોની છેતરપિંડી કરનારો આરોપી ફરિયાદને આધારે ઝડપાયો છે. મોરબીના વાંકાનેરમાં રહેતા મેહુલ શાહે પોતે મહેસૂલ વિભાગમાં ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ આપી ઠગાઈ કરી. આરોપીએ શાળામાં ક્લાર્કની નોકરી અપાવવાના નામે 3 લાખ રૂપિયા પડાવ્યા. છેતરપિંડી કરવા જિલ્લા શિક્ષણાધિકારીની સહી કરેલો બોગસ લેટર આપ્યો. આરોપી વાંકાનેરમાં 2 શાળાઓ ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે. સ્કૂલમાં કલર કામ કરાવી મજૂરીના 2.40 લાખ ન આપ્યા હોવાની આરોપી સામે ફરિયાદ છે. આરોપીએ ઠગવામાં કોઇને બાકી રાખ્યા નથી. ટ્રાવેલ્સ એજન્સીના માલિક પાસેથી આરોપીએ ભાડે કાર લીધી. અસારવાની સ્કૂલમાં ટ્રસ્ટી હોવાનું કહી આરોપીએ પિકનિક માટે બસ પણ ભાડે લીધી. સિન સપાટા મારવા આરોપીએ કારમાં સાયરન અને સફેદ પડદા લગાવી ભારત સરકારનું બોર્ડ પણ લગાવ્યું. રોફ જમાવવા આરોપીએ એક બાઉન્સરને પણ નોકરીએ રાખ્યો હતો
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology