bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

મહેસાણાના ચિત્રોડીપુરા ગામમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સોગંદ લેવાયા, ઉમેદવારે લીધા ભુવાના આશીર્વાદ...  

ગુજરાતમાં લોકસભાનો પ્રચાર જામી રહ્યો છે. આ દરમિયાન મહેસાણાના એક ગામમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સોગંધ લેવાયા હતા. ચિત્રોડીપુરા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને મત આપવા સોગંધ લેવાયા હતા. અભિજીતસિંહ બારડે ગ્રામજનો પાસે સોગંધ લેવડાવ્યા હતા. તમામ સાગા સબંધી અને પરિવારના મત રામજીભાઈ ઠાકોરને આપવા સોગંધ લેવાયા હતા. આ અગાઉ વિસનગર તાલુકાના વાલમ ગામના ઠાકોર સમાજ દ્વારા સોગંધ લેવાયા હતા.

મહેસાણા લોકસભાના કોગ્રેસના ઉમેદવાર રામજીભાઇ ઠાકોર ભુવાજીના શરણે પહોંચ્યા હતા. નડાસા ગામે હતો યોજાયેલા રમેલના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન રામજી ઠાકોર ભુવાજીની રમેલમાં પહોંચ્યા અને ભુવાજીને હાર પહેરાવી રામજી ઠાકોરે આશીર્વાદ લીધા હતા. રામજી ઠાકોર પહોંચ્યા ત્યારે ભુવાજી સાથેના ગાયકે રામજી ઠાકોરને જીતાડવાની વાત કરી હતી.