શિવશક્તિ કાપડ માર્કેટમાં ભયાનક આગથી 850 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન
સુરતના શિવશક્તિ કાપડ માર્કેટમાં ભયાનક આગથી 850 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. 700થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. રાજ્ય સરકારે તપાસ ટીમ મોકલી છે અને વેપારીઓએ રાહત પેકેજની માગણી કરી છે. આગ બેઝમેન્ટમાંથી શરૂ થઈ હતી અને 32 કલાક બાદ કાબૂમાં આવી હતી. આગના કારણોની તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ ટીમ પોતાનો વિગતવાર અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરશે, જેના આધારે પીડિત વેપારીઓ માટે યોગ્ય પગલાં લેવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી પૂરતી સહાય અને સંવેદના જાહેર થવાની અપેક્ષા છે.
શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આ વિકરાળ આગ પર 46 કલાકની અવિરત મહેનત બાદ કાબૂ મેળવવામાં આવ્યો હતો. ફાયર વિભાગની 40થી વધુ ગાડીઓએ સતત 40 લાખ લિટરથી વધુ પાણીનો મારો ચલાવી આગને શમાવી હતી. આગ કાબૂમાં આવ્યા બાદ ચોથા અને પાંચમા માળની કેટલીક દુકાનોના સ્લેબ ધરાશાયી થયા હતા, અને પાંચ દુકાનોમાં સામાન્ય આગની ઝાંખી પણ જોવા મળી હતી.
આગની શરૂઆત 25 ફેબ્રુઆરીએ બેઝમેન્ટમાં થઈ હતી, જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી. પરંતુ 26 ફેબ્રુઆરીની સવારે 7 વાગ્યે ફરીથી આગ ભભૂકી ઉઠી અને જલ્દી જ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. આગનો કારણ સંભવતઃ બેઝમેન્ટમાં કુલિંગ પ્રક્રિયા પછી ઈલેક્ટ્રિક વાયરમંઝ રહેલા પાણી હોઈ શકે છે. એ સાથે કોઈએ સ્વીચ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હોવાની પણ સંભાવના છે.
શિવશક્તિ માર્કેટની સ્થાપના 1996માં ભૂપત પટેલ અને અરુણ પટેલ નામના બે ભાઈઓએ કરી હતી. માર્કેટમાં કુલ 6 માળ પર 822 દુકાનો આવેલી છે, જેમાંથી લગભગ 700 દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. એક દુકાનની સરેરાશ કિંમત 60 લાખથી 1 કરોડની વચ્ચે છે, અને દરેક દુકાનમાં અંદાજે 12થી 15 લાખનો માલ પડ્યો હતો. આ આધારે, કુલ નુકસાનનો અંદાજ 850 કરોડ રૂપિયાથી વધુનો મૂકવામાં આવી રહ્યો છે.
પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે, કોઈક વ્યક્તિ દ્વારા ઈલેક્ટ્રિક સ્વીચને શરૂ કરવામાં આવી હતી જેને કારણે આગ લાગી હતી. શિવ શક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ફાયરની સુવિધા પણ છે અને તેમણે એનઓસી પણ લીધી છે છતાં પણ આ કયા કારણસર આગ લાગી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આ આગમાં કરોડો રુપિયાનો સામાન બળીને ખાક થયો છે. જો કે નુકસાનનો ચોક્કસ આંકડો સર્વે બાદ જ સામે આવી શકે છે.તેમ જણાવેલ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology