bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજકોટના જીયાણા ગામના મંદિરમાં ચકચારી ઘટના સામે આવી....

રાજકોટ જિલ્લાના જીયાણા ગામની ઘટના સામે આવી છે અસામાજિક તત્વોએ મંદિરો સળગાવ્યા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. રામદેવ પીર અને મેલડી માતાજીનું મંદિર સળગાવ્યું હોવાની માહિતી સામે આવી. ગામમાં અંદરો અંદર માથાકૂટમાં મંદિર સળગાવ્યા હોવાના આક્ષેપ કરાયા છે. એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી. ગામમાં મનદુઃખ હોવાના કારણે મંદિર સળગાવ્યું હોવાની પોલીસને શંકા. ગામના અરવિંદ સરવૈયા નામના  યુવકની પોલીસે શંકાના આધારે ધરપકડ કરી છે. અરવિંદ સરવૈયા જેની પોલીસે શંકા ના આધારે ધરપકડ કરી છે તે ગામનો માજી સરપંચ છે આવરાતત્વો એ મંદિરમાં  રામદેવપીર ની મૂર્તિ ઉપર ટાયર વડે આગ લગાડી હોવાનું જણાવ્યું. મંદિરની અંદર  થી સળગેલું ટાયર નીકળું મેલડી માં ના મંદિર માં અંદર લાડકા નાખી સળગાવ્યું હોવાનો ગ્રામજનો નો આક્ષેપ. ગામના પૂર્વ સરપંચ અરવિંદ સરવૈયાએ સળગાવ્યા મંદિર નો ખુલાસો થયો પોલીસ તપાસમાં પૂર્વ સરપંચે રોષે ભરાઈને મંદિર સળગાવ્યાનું સામે આવ્યું 3 વર્ષ પૂર્વે પત્ની અને બાળકો અરવિંદ સરવૈયાને છોડીને જતા રહ્યા છે એક સમયે ખૂબ પૂજા પાઠ કરતો હતો અરવિંદ સરવૈયા જેને ભગવાન પરથી ભરોસો ઊઠી જતાં આ કૃત્ય આચર્યું અરવિંદ સરવૈયાની માનસિક હાલત ઠીક ના હોવાનું આવ્યું સામે આવ્યું છે