ગુજરાત પર બે દિવસથી મેઘરાજા રાજી થયા છે જેથી રાજ્યમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી છે. ગત બે દિવસોમાં સારો એવો વરસાદ વરસતાં નદીઓમાં નવા નીર આવશે અને ડેમમાં પણ પાણીની આવક થશે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 4 ઓગસ્ટ સુધીની વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે (31 જુલાઈ) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, રાજકોટ સહિત 20 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે (31 જુલાઈ) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે; જ્યારે ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ થઇ શકે છે.
પહેલી ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સુરત, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ થઇ શકે છે, તેમજ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
બીજી ઓગસ્ટના રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે, તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
ત્રીજી ઓગસ્ટના રોજ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીગસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
ચોથી ઓગસ્ટના રોજ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology